સુરત : દેશમાં આઈસોલેશન સેન્ટરો બનાવવા સુરતીઓ અવ્વલ

admin
1 Min Read

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને કોરોનાગ્રસ્તોની સારવાર માટે બેડ પણ ખૂટી પડ્યા છે. ત્યારે આ મહામારીના સમયમાં સુરતવાસીઓની દિલેરી ફરી એકવાર આવી આફત વચ્ચે મોતના મુખમાં હોમાઇ રહેલા કોરોનાના દર્દીઓને જીવનનો જુસ્સો પૂરો પાડી રહી છે. કોરોનાની પ્રથમ લહેર વખતે તંત્રને મોટી રાહત આપનારા કોમ્યુનિટી કોવિડ સેન્ટરો ફરી વખત ફટોફટ ખૂલવા માંડતાં ત્રણ દિવસ પહેલાં દર્દીઓને સારવાર માટે બેડ માટે જે અછત હતી તે સ્થિતિ પર કાબૂ આવવા માંડ્યો છે.

 

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સુરતીલાલાઓની આ દિલેરીને દિલથી સલામ કરું છે. કેમ કે, દેશમાં એકપણ શહેરમાં આવી સામાજિક અને સંસ્થાકીય હૂંફ મહામારીના કાળમાં જોવા મળી નથી. જણાવી દઈએ કે શહેરમાં સરકારી, ખાનગી અને કોમ્યુનિટી સેન્ટરો મળી કુલ 12365 બેડ ઉપલબ્ધ, જેમાંથી 6563 ઓક્સિજન અને 1100 વેન્ટિલેટરવાળા છે. વધુ 1400 ઓક્સિજન અને 300 વેન્ટિલેટર બેડ શરૂ કરવા તંત્રની તૈયારી છે.

Share This Article