રાજકોટ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમા સંપૂર્ણ લોકડાઉન કરવા તરફ ગ્રામજનોની મિટિંગ યોજાઈ

admin
2 Min Read

રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમા સંપૂર્ણ લોકડાઉન કરવા તરફ ગ્રામજનોની મિટિંગ યોજાઈ હતી. ત્રીસ ઉપર કોરોના કેસ છતાં સરકારી ચોપડે ઝીરો દર્દી પરિસ્થિતિ કાબુ બહાર જશે તો આગામી સમયમા નિર્ણંય લેવામાં આવશે.  મળતી વિગત અનુસાર ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં હાલ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.  હાલ ગામમાં ત્રીસથી વધુ કેસ સામે આવ્યા છે.  તેમ છતાં સરકારી ચોપડે ઝીરો દર્દી નોંધાયેલા છે. જે કેસ આવે છે તેમની કોઈને જાણ સુદ્ધા ન થતી હોય સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે.  કોરોના દર્દી વાળા એરિયામાં  કોઈ પ્રોટેકશન કે પ્રોહિબિશન ન લાગવાથી લોકો બે ફિકર રહી કોઈપણ એરિયામાં આવજા કરી રહ્યા છે.

ત્યારે પરિસ્થિતિ કાબુ બહાર જાય તેવી ભીતિ સેવાય રહી છે.  વધી રહેલા સંક્રમણને કાબુમાં લેવા ગ્રામપંચાયત લેવલે ગામ આગેવાનો અને ગ્રામજનોની એંક મિટિંગનું ગ્રામપંચાયત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક તબ્બકે સરપંચ મનુભાઈ તેમજ ઉપ સરપંચ બધાભાઇ એ તમામ વેપારીઓ એ તેમજ ગ્રામજનોએ માસ્ક ફરજીયાત પહેરવું સાથે ગ્રાહક અને વેપારી વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ રાખવું ગામમાં સંપૂર્ણ સાફ સફાઈ કરી સંપૂર્ણ ગામને સૅનેટાઇઝ કરવું તેમ છતાં જો પરિસ્થિતિ કાબુ બહાર રહેશે તો શરૂઆત ના તબબકે ત્રણ દિવસનું સંપૂર્ણ લોકડાઉન રાખી કોરોનાની ચેઇન તોડવા પ્રયાસ હાથ ધરવા ત્યારબાદ ઉત્તરોત્તર આગેવાનો અને વેપારી મંડળના હોદેદારો સાથે મળી આગળની કાર્યવાહી હાથ ધરવી તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મિટિંગમા સરપંચ મનુભાઈ ઉપસરપંચ બધાભાઈ,  તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભામાભાઈ સાથે તમામ ગામ આગેવાનો હાજર રહ્યા હતા.

Share This Article