દાહોદ : દાહોદમાં કોરોનાનો વધતો જતો કહેર

admin
1 Min Read

દાહોદ જિલ્લામાં પણ છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે તેવામાં મુત્યુ આંક પણ વધી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસ દરમિયાન દાહોદના હોસ્પિટલોમાંથી કોરોનાના તેમજ અન્ય બીમારીઓના કારણે લોકો મોટી સંખ્યામાં મુત્યુ પામે છે અને તમામ ડેડબોડીઓને કોરોનાની ગાઈડ લાઈન મુજબ દાહોદના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવે છે.

જેમાં દાહોદનું આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ મુસ્લિમ ઘાંચી પંચ ટ્રસ્ટ અને સ્થાનિક કાઉન્સિલર અહેમદ ચાંદની આગેવાનીમાં તેમની નવયુવાન ટીમ દ્વારા હિન્દૂ સમાજના કોઈકનુ મોત થયું હોય તો ટ્રસ્ટના લોકો હિન્દૂ સમાજના રિતિરિવાજ મુજબ કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે મૃતદેહનો અગ્નિદાહ કરે છે. જ્યારે કોઈ મુસ્લિમ સમાજના વ્યક્તિનું કોરોનાથી મોત થાય તો મુસ્લિમ સમાજની કબ્રસ્તાનમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ દફનવિધિ કરવામાં આવે છે.

Share This Article