રાજકોટ : રાજકોટમાં ટ્રાન્સજેન્ડર બાદ કિન્નરો મેદાને, નકલી કિન્નરો બની ભિક્ષાવૃત્તિ કરી અસલીને બદનામ કરે છે

admin
2 Min Read

રાજકોટમાં ટ્રાન્સજેન્ડર વુમન ચાંદની મકવાણા અને કિન્નર સમાજ વચ્ચે ફરી વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ચાંદનીએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મિરાંદે ઉર્ફે ફટકડીએ આક્ષેપ કર્યો હતો કે, કિન્નરોએ તેને નગ્ન કરી માર મારી વીડિયો રેકોર્ડ કર્યો છે. તેની સામે હવે કિન્નર સમાજ મેદાને ઉતર્યો છે. આજે કિન્નર સમાજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ચાંદનીના આક્ષેપોને નકાર્યા છે. તેમજ જણાવ્યું હતું કે, નકલી કિન્નરો બની ભિક્ષાવૃત્તિ કરી અસલી કિન્નરોને બદનામ કરવામાં આવે છે. ચાંદનીને ભિક્ષાવૃત્તિ માટે ક્યારેય ફોર્સ કર્યો નથી. ટ્રાન્સજેન્ડર વુમન ચાંદની મકવાણાએ કરેલા આક્ષેપોને પણ કિન્નર સમાજ નકારે છે. તમામ આક્ષેપો ખોટા છે. કિન્નરોને ન્યાય મળે અને નકલી કિન્નરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં અમારી એટલી જ માગ છે કે, નકલી કિન્નરોથી અમને ન્યાય મળે. ચાંદની મકવાણા અને પાયલ રાઠોડ નકલી કિન્નર છે. એટ્રોસિટી અને જાતિવાદની ધમકીઓ આપી અમને ડરાવે છે. મેં ચાંદનીને ભિક્ષાવૃત્તિ માટે ક્યારેય ફોર્સ કર્યો નથી અને કરવાની પણ નથી. અમારા કિન્નરોને ક્યારેય સાંકળથી બાંધવામાં આવતા નથી. માગવા જવાનું હોય જવાનું બાકી ઘરે બેસી ખાય પીને મજા કરવાની. રાજકોટમાં ટ્રાન્સજેન્ડરને માર મારવાનો બીજો બનાવ સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળી મોરબી રોડ પર નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો છે. આ પહેલાં પણ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠોડ સાથે બન્યો હતો, આથી ગઇકાલે પાયલ રાઠોડ અને ચાંદની મકવાણા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા.

Share This Article