રાજકોટ : મંજૂરી વગર ચાલતા પ્લેહાઉસ પર NSUIની રેડ, બાળકો અને વિદ્યાર્થીઓને છોડાવ્યા

admin
1 Min Read

રાજકોટના અમીન માર્ગ રોડ પર પ્લે હાઉસ અને ટ્યુશન ક્લાસિસ ચાલુ હોવાની ફરિયાદ મળતા રાજકોટ જિલ્લા NSUI દ્વારા રેડ પાડવામાં આવી હતી. અહીં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું કોચિંગ અને બાળકોનું પ્લે હાઉસ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. રેડ કરી NSUI દ્વારા બાળકો તેમજ વિદ્યાર્થીઓને છોડી પરત ઘરે મોકલી દેવા કહેવામાં આવ્યું હતું. બાદમાં માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના અમીન માર્ગ પર આવેલા પોદાર જંબો કિડ્સમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હોવાની ફરિયાદ NSUIને મળી હતી.

આથી આજે રાજકોટ જિલ્લા NSUI દ્વારા રેડ કરવામાં આવી હતી. જિલ્લા NSUI પ્રમુખ રોહિત રાજપૂતના જણાવ્યા મુજબ સરકારે ઓફલાઇન અભ્યાસ માટે મંજૂરી આપી નથી. છતાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને પોદાર પ્લે હાઉસ ચાલુ રાખી બાળકોને ઓફલાઇન અભ્યાસ કરાવતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં ક્યાંકને ક્યાંક વાલીઓ પણ બેદરકાર હોવાથી બાળકો અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલી સ્વાસ્થ્ય પર જોખમ લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

Share This Article