પાટણ : ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ બાળકોને પ્રજ્ઞા અભિગમ મુજબ શૈક્ષણિક કાર્ય પૂરું પાડ્યું

admin
2 Min Read

સમગ્ર વિશ્વમાં કોરોના ની વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા શેક્ષણિક કાર્ય ઓનલાઈન કરવામાં આવ્યું છે ત્યારે પાટણ શહેરની વિવિધ શાળા-કોલેજો અને યુનિવર્સિટીમાં પણ ક્રમશ શૈક્ષણિક કાર્ય ઓનલાઇન આરંભાયુ હોય ત્યારે ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતા બાળકોને પ્રજ્ઞા અભિગમ અંતર્ગત શૈક્ષણિક કાર્ય પૂરું પાડવા સૂચિત કરાયા હોય જેને ધ્યાનમાં રાખી પાટણ શહેરની ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકા અવનીબેન પ્રજાપતિ દ્વારા ધોરણ ૧ અને ૨ ના બાળકોને પ્રજ્ઞા અભિગમ મુજબ શૈક્ષણિક કાર્ય પૂરું પાડવા તેમજ બાળકોને શિક્ષણની સાથે સાથે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે.

શિક્ષિકા અવનીબેન પ્રજાપતિ દ્વારા શહેરના હષૅનગર વિસ્તારમાં કોમન પ્લોટ સાથે ના મકાનમાં વિસ્તારના ધોરણ ૧ અને ૨ના તમામ બાળકોને કોરોના ની ગાઈડલાઈન મુજબ સેનેટાઈઝર થી હાથ સાફ કરાવી સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવી તમામ બાળકોને ફરજિયાત માસ્ક પહેરાવી શિક્ષણકાર્ય આપવામાં આવી રહી છે તો નાના ભૂલકાઓ ના માતા પિતા પણ હોસે હોસે પોતાના બાળકને ઘર આંગણે મળતા શિક્ષણ માટે ઉત્સાહી બન્યા હોવાનું જણાવ્યું હતું. આ વિસ્તારના જરૂરીયાત મંદ પરિવારનાં બાળકોનાં વાલીઓ પાસે નેટ આધારિત મોબાઈલ ની સુવિધા ઉપલબ્ધ ન હોય જેને ધ્યાનમાં રાખીને આવા બાળકોના શૈક્ષણિક કાર્ય ને ધ્યાનમાં રાખીને તેઓના વિસ્તારમાં જઈને તેઓ દ્વારા શૈક્ષણિક કાર્ય ની સાથે સાથે બાળકોને મનોરંજન ની રમતો રમાડી પોતાની ફરજ અદા કરાતી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

Share This Article