રાજકોટ : ધોરાજીમાં ખાણ ખનીજ વિભાગ પર હુમલો થયો હોવાની ઘટના આવી સામે

admin
2 Min Read

રાજકોટના ધોરાજીમાં ખાણખનીજ વિભાગ પર રેડ દરમિયાન હુમલો થયો હોવાની ઘટના આવી સામે આવી છે જેમાં ધોરાજીની ભાદર નદીમાંથી રાત્રિ દરમિયાન ચાલતી ગેરકાયદેસર રેતી ચોરીની રેડ દરમિયાન ખનીજ વિભાગ પર હુમલો થયો છે. લોખંડના પાઈપો વડે ત્રણ વ્યક્તિઓ દ્વારા ખાણ ખનીજ વિભાગ પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. ધોરાજી પંથકમાં ખનીજ માફિયાઓની જાણે રાતે દિવસ ઉગે તેમ ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે ભાદર નદીમાંથી રાત્રિ દરમિયાન હજારો ટન રેતી ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠતા ખનીજ વિભાગ દ્વારા ભાદર નદીમાં રાત્રે ખનીજ ચોરી પર રેડ કરવામાં આવી હતી. અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ભાદરમાં રેડ દરમિયાન એક ડમ્પર, બે હિટાચી ઝડપી પાડવામાં આવ્યા હતા

આ દરમિયાન ખનીજ વિભાગ પર હુમલો થયો હોવા છતાં પણ કુલ રૂપિયા એક કરોડ દસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ખનીજ વિભાગ દ્વારા ઝડપાયેલ તમામ મુદ્દામાલને સીઝ કરી ધોરાજી પોલીસ હવાલે કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર ઘટના બાદ સ્થાનિક નેતાઓ પણ જાણે અગાઉ ખોટા બફાટ કરતા હોવાનું લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને આટલી મોટી ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટેની હિંમત ક્યાંથી આવી રહી છે તે પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. તો બીજી બાજુ ખાણ ખનીજ અધિકારીઓ પર હુમલાની ઘટનાથી સ્થાનિક સ્થાનિક લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે હાલ તો આ અંગે જોવાનું એ રહ્યું કે ખનીજના અધિકારીઓ પર રેડ દરમિયાન થયેલા હુમલા બાદ ઘટનાને કેટલી ગંભીરતાથી લેવામાં આવશે તે તો આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે.

Share This Article