રાજકોટ: કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

admin
1 Min Read

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મનપાની વેસ્ટ ઝોન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શહેરમાં નવા નિર્માણ થનાર અંડર બ્રિજ મામલે આવેદનપત્ર અપાયું છે. રૈયા રોડ ખાતે હાલ અંડર બ્રિજ બનાવવાની કામગીરીને વેપારીઓ નારાજ જોવા મળ્યા છે. વેપારીઓને અંડર બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. આવેદનપત્રમાં અંડર બ્રિજનું કામ વહેલાસર પૂર્ણ થાય અને રસ્તા પરના વેપારીઓ હેરાન ન થાય તે મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં 10 વર્ષમાં જંક્શનથી કોઠારિયા સોલવન્ટ સુધીમાં 8 ફાટક બ્રિજ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજકોટ શહેરને ફાટકમુક્ત કરવાની જાહેરાત કરી છે તેથી તેના પર પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અંદાજે 7થી 8 ફાટક શહેરની હદમાં છે ત્યાં બ્રિજ બનશે જેમાં એરપોર્ટ રોડ, જનકલ્યાણ સોસાયટી, કોઠારિયા રોડ સોલવન્ટ પાસે, લક્ષ્મીનગરનું નાળુ તેમજ નાનામવા, રામદેવપીર ચોક પર બ્રિજ બનશે.

Share This Article