રાજકોટ ભાજપ દ્વારા મહાનગર માટે તારીખ 8 અને 9 જૂન દરમિયાન વિધાનસભા દીઠ કાર્યશાળાનું આયોજન કરાયું

Subham Bhatt
1 Min Read

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ ના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા રાજકોટ મહાનગર મા અલ્પકાલીન વિસ્તાર યોજના અંતર્ગત જનાર વિસ્તારો માટે તારીખ 8 અને 9 જૂન દરમિયાન વિધાનસભા દીઠ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું છે તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા રાણીગા વાડી ખાતે વિધાનસભા -69 સમાવિષ્ટ વોર્ડ અને વિધાનસભા -70 ના સમાવિષ્ટ વોર્ડ માટેની કાર્યશાળા યોજાઈ હતી તેમ જ તારીખ 9 ના ગુરુવારે સવારે 9:30 થી 1:00 વિધાનસભા 68 અને બપોરે 02:00 થી 6:00 વિધાનસભા -71 ની કાર્યશાળા યોજાશે.
Rajkot BJP organized a workshop for Mahanagar on June 8 and 9 per assembly

આ કાર્ય શાળાનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ અને અલ્પકાલીન વિસ્તાર યોજના અંગે વિસ્તૃત માહિતી નીતિનભાઈ ભૂત અને મનોજભાઈ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.આ કાર્યશાળા ને સફળ બનાવવા આરટી સોશિયલ મીડિયાના હાર્દિક બોરડ શૈલેષ આંબલીયા જય શાહ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યાલય ખાતેથી અનિલભાઈ પારેખ પરેશભાઈ જોષી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા

Share This Article