રાજકોટ- બે દિવસ પહેલા ફાયરિંગમાં થયેલ હત્યામાં ત્રણની અટકાયત

Subham Bhatt
3 Min Read

રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા ફાયરબ્રિગેડના કર્મચારીએ તેની પત્ની સાથે ચાલતીતકરારમાં તેના ફૌજી ભાઇ અને પિતાને બોલાવી આગમાં ઘી હોમ્યું હતું, ફૌજીએ જામનગર રોડ પરસાંઢિયા પુલ નજીક આડેધડ ફાયરિંગ કરતાં જીએસટીના એએસઆઇને ગોળી લાગતા તેમનું મોતનીપજ્યું હતું, બેફામ બનેલા ફૌજીએ એરપોર્ટની દીવાલ ઉપરાંત રેલનગરમાં બે સ્થળે ફાયરિંગ કર્યા હતાઅને પોલીસે હિમ્મત પૂર્વક તેને ઝડપી લીધો હતો, જો પોલીસ મોડી પહોંચી હતો તો વધુ લોથ ઢળવાની દહેશત હતી. ભોમેશ્વરમાં રહેતા ફાયરમેન અર્શિલ ખોખરે બુધવારે બપોરે તેની પત્ની સાનિયાને મારકૂટકરી ઘરેથી કાઢી મૂકી હતી, રેલનગરના શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતી તેની માતાના ઘરે સાનિયા પહોંચીહતી જેની જાણ થતાં અર્શિલ ત્યાં ધસી ગયો હતો અને માથાકૂટ કરી તેના ફૌજી ભાઇ અઝિલ ખોખરતથા પિતા આરિફ ખોખરને બોલાવતા તે ત્યાં પહોંચ્યા હતા, ફૌજી અઝિલ પોતાની પરવાના વાળીઅત્યાધુનિક રાઇફલ સાથે રેલનગર પહોંચ્યો હતો અને ત્યાં છ રાઉન્ડ ફાયર કરી ભયનું લખલખું ફેલાવી દીધું હતું, ત્યાં ધમાલ કર્યા બાદ પિતા પુત્ર સહિતની ત્રિપુટી જામનગર રોડ પર એરપોર્ટની દીવાલ પાસે પહોંચી હતી અને ત્યાં સાનિયાના મામાની રિક્ષા રોકી ધમાલ શરૂ કરી હતી

Rajkot: Detention of three persons in the murder that took place in firing two days ago

તે વખતે સાનિયાના મામીદિલશાદબેન સહિતના પહોંચ્યા હતા, તે વખતે જ ત્યાંથી પસાર થયેલા રેલનગરના શિવદૃષ્ટિ પાર્કમાંરહેતા અને સેન્ટ્રલ જીએસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં સુભાષભાઇ દાંતી (ઉ.વ.48) ઊભા રહ્યાહતા અને મહિલાઓને મારકૂટ કરી રહેલા તત્ત્વોને ટપાર્યા હતા, બેફામ બનેલા ફૌજી અઝિલે એએસઆઇદાંતીને હટી જવાનું કહી ફરીથી ફાયરિંગ શરૂ કર્યું હતું અને ચાર રાઉન્ડ ત્યાં ફાયર કર્યા હતા જેમાં એકગોળી સુભાષભાઇ દાંતીને ખૂંપી જતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. એએસઆઇની હત્યા કર્યાબાદ ફૌજી અઝિલ અને તેના ભાઇ તથા પિતા ફરીથી રેલનગરમાં પહોંચ્યા હતા અને ત્યાં ફરીથી એકમકાન પર ભડાકા શરૂ કર્યા હતા, સમગ્ર ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, પ્ર.નગર અને ગાંધીગ્રામપોલીસની ટીમ રેલનગર પહોંચી હતી, સૌ પ્રથમ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કે.ડી.પટેલ પોતાની ટીમસાથે દોડી ગયા હતા, રાઇફલ સાથે ધમાલ કરી રહેલા ફૌજી અઝિલ ખોખરને જોતા જ પીએસઆઇપટેલ તેની પાસે દોડી ગયા હતા અનેફૌજી પાસેથી રાઇફલ લેવા જતાં જ ફૌજી અઝિલે પીએસઆઇપટેલ સાથે ઝપાઝપી શરૂ કરી હતી, પરંતુ પીએસઆઇ પટેલે હિમ્મત હાર્યા વગર પ્રતિકાર કરી ફૌજીપાસેથી રાઇફલ આંચકી લીધી હતી તે સાથે જ અન્ય પોલીસ કાફલાએ અઝિલ, અર્શિલ અને તેના પિતા આરિફને પકડી લીધા હતા.

Share This Article