રાજકોટ-ધોરાજી શહેરમાં 44 થી 45 ડિગ્રી તાપમાન નોંધાયું

Subham Bhatt
1 Min Read

રાજયમાં સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં હાલ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે.  રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટીગયો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ હાલ અન્ય જિલ્લાની જેમ માથુ ફાડતી ગરમી પડી રહી છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર્ની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં  44.45 ડિગ્રીએ ગરમીનો પારોપહોચી ગયો છે, ત્યારે ધોરાજી તથા અન્ય બહારના લોકો ગરમીથી રાહત માટે વોટરપાર્ક નો સહારો લઈ રહ્યા છે.

Rajkot-Dhoraji city recorded a temperature of 44 to 45 degrees

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં 44 થી  45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ધોરાજી પંથકમાં દિવસેને દિવસે ગરમી અને તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકરી ઉઠયા છે.  ધોરાજી શહેરના નેશનલ હાઈવે પર એક્વા વોટરપાર્કમાં ગરમીના કારણે ટ્રાફિક જોવા મળ્યો મળી રહ્યો છે. ગામો ગામથી દૂર દૂરથી લોકો વોટરપાર્કમાં નાહવા માટે આવી રહ્યા છે. સવારથી જ ગરમી વધારે હોવાથી ગરમીની રાહત માટે વોટર પાર્કમાં લોકો સવારથી જ નહાવાનો આનંદ લઇ રહ્યા છે.

Share This Article