
રાજયમાં ચોરી, લૂંટના બનાવો વધી ગયા છે. કોઈને કોઈ જગ્યાએ આવા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આખા દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર એક્સનમાં આવ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લામાં રોકડ, દાગીના સહિત વાહનોની ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવા બનાવો બનવાને પગલે પોલીસ તંત્ર એક્સન મોડમાં આવ્યું છે, ત્યારે ધોરાજી પોલીસને આવા જ એકવાહન ચોરને પકડવામાં સફળતા હાથ લાગી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સીસી ટીવી કેમેરા તથા પોકેટકોપની મદદથી વાહન ચોરીના આરોપીને ધોરાજી પોલીસે પકડી પાડ્યો છે. ધોરાજીના નદી બજાર માથી ખ્વાજા બાપુની દરગાહ પાસે આવેલ ગ્રાઉન્ડ તરફ એકટીવા વેચવા જતા ગુલામ હુસેન ફકીર નામના શખ્સને ધોરાજી પોલીસે પકડી પાડેલ હતો.આમ વાહન ચોરીના આરોપીને ગણત્રીની કલાકમાં ધોરાજી પોલીસે શોધી કાઢી હતી.
