રાજકોટ : જીલ્લાના ધોરાજીમાં વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ

admin
1 Min Read

રાજ્યમાં સંભવિત તૌકતે વાવાઝોડાથી અસર પામે તેવા ગામો અને વિસ્તાર પૈકી રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોના 566 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં સંભવિત આવનાર વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા રાજકોટ વહિવટીતંત્ર સુસજ્જ છે… ત્યારે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાયનો પુરવઠો સતત મળી રહે તેમજ કોઇ જ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઇ છે. ધોરાજી,ઉપલેટા, જામકંડોરણા માટે NDRF SDRFની ટીમ પણ બોલાવામા આવી છે…

ધોરાજી ડે.કલેકટર દ્વારા હાલ અલગ અલગ ટીમો બનાવી સ્થાળાંતરની કામગીરી માટે મોકલી આપવામા આવી છે. આ સિવાય પીજીવીસીએલ તેમજ હોસ્પિટલના માલિકો સાથે મિટીંગ યોજી ઓક્સિજન-વીજ પુરવઠા માટેની તૈયારીઓ પણ થઇ ચૂકી છે… જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડુ તાઉ-તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. આથી આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.

Share This Article