સાબરકાંઠા : હિમતનગર નગરપાલિકા કચેરીનું હંગામી સ્થળાંતર

admin
1 Min Read

સાબરકાંઠા જીલ્લાના હિમતનગર નગરપાલિકામાં નવું બહુમાળી ભવન બનાવવાને લઈને હાલની નગરપાલિકામાં કચેરીનું હંગામી સ્થળાંતર શરુ કરવામાં આવ્યું છે. જે ગોકુલનગરમાં આવેલ અર્બન કચેરીમાં ખસેડાઈ છે ત્યારે મૂળ સ્થળે રૂ ૬ કરોડના ખર્ચે બહુમાળી નવું પાલિકાનું ભવન એક વર્ષમાં બનાવવા આવશે..મળતી માહિત મુજબ હિમતનગર નગરપાલિકા કચેરીનું હંગામી સ્થળાંતર શરુ કરવામાં આવ્યું છે જેમાં મૂળ સ્થળે રૂ ૬ કરોડના ખર્ચે બહુમાળી નવું પાલિકાનું ભવન એક વર્ષમાં બનાવવા આવશે..

.ત્યારે પાલિકા ભવન ગોકુલનગરમાં આવેલ અર્બન કચેરીમાં નગરપાલિકા ખસેડી સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. તો પ્રમુખ અને ચીફ ઓફિસર સહીત લગતા વિભાગો હુડામાં શરુ કરવામાં આવ્યા છે…તેમજ ફાયર સ્ટેશનના સિવિક સેન્ટરમાં જરૂરી આરોગ્ય વિષયક સેવાઓ,મીકેનીકલ વિભાગ,દાખલાઓ અને અન્ય નોધણીની કામગીરી થશે તો શહેરીજનોને પાલિકામાં કામગીરી માટે એક વર્ષ તકલીફ પડશે.. તો બીજી બાજુ બે ભાગમાં સ્થળાંતર કરાયેલ પાલિકા વચ્ચે દોઢ કિમીનું અંતર છે….

Share This Article