રાજકોટ : શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ થયા પાણી પાણી

admin
1 Min Read

છેલ્લા ઘણાં દિવસથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાં આજે ફરી મેઘરાજાનું અમુક વિસ્તારોમાં આગમન થયું છે.શહેરમાં આજે ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. આ સાથે જ માધાપર પાસેનો આજીડેમ ઓવરફ્લો થયો છે.

જેને લઇને એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. તો બીજી બાજુ નદીકિનારાના આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો શહેરના યાજ્ઞીક રોડ અને ગોંડલ ચોકડીની નજીકના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર શહેરમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા.

Share This Article