સાબરકાંઠા : સાબરકાંઠા જીલ્લામાં વાતાવરણમાં પલટો

admin
1 Min Read

ગુજરાતમાં ચોમાસાની સીઝન શરૂ થવામાં થોડા દિવસનો સમય બાકી છે. પરંતુ આ પહેલા મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ડાંગ, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, અમરેલી અને નવસારી જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. તો સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને ઈડર, સપ્તેશ્વરના કેટલાક વિસ્તારોમા પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે.

હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થવામાં થોડા દિવસો બાકી છે. પરંતુ આ પહેલા પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળી રહી છે. જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ મેઘરાજાનું આગમન થયું હતું અને વરસાદ થયો હતો. વરસાદના આગમનને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

Share This Article