રાજકોટ : મોટી પાનેલીમાં ધોધમાર વરસાદ શરૂ

admin
1 Min Read

રાજકોટના ધોરાજીમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ અનરાધાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. આથી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ધોધમાર વરસાદથી રસ્તા પર નદીની જેમ પાણી વહ્યાં હતા. ત્રણ ઇંચ વરસાદથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ઉપલેટામાં ભેંસો તણાઈ ગઈ છે અને સાથે જ લોકો પણ ભારે હાલાકીને સામનો કરી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાત દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને 3.30 વાગ્યે મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ સોરઠિયાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

Share This Article