રાજકોટ : ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ નિઃશુલ્ક ઓક્સિજ સેવા શરૂ કરી

admin
1 Min Read

રાજ્યમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ સેવા શરૂ કરવામાં છે. એવામાં રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ ઓક્સિજનના બાટલાની સેવા શરૂ કરી છે. છેલ્લા પાંચ દિવસથી આ સેવા નિશુલ્ક શરૂ કર્યું છે. જેમાં જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજનના બાટલા આપવામાં આવે છે. આ સેવામાં ભાજપના ધારાસભ્ય સહિત વિસ્તારના કોર્પોરેટરો જોડાયા છે. જેમના દ્વારા અત્યાર સુધીમાં 200થી વધુ જરૂરિયાત મંદોને આ પ્રકારના ઓક્સિજનના બાટલા આપવામાં આવ્યા છે.

 

રાજકોટમાં ભાજપના ધારાસભ્ય દ્વારા સેવા શરૂ કરવામાં આવતા હાલ વિસ્તારના લોકોને પણ થોડી રાહત થઇ છે. અરવિંદ રૈયાણી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીમાં ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. ત્યારે અમારી ટિમ દ્વારા ઓક્સિજન માટેની સેવા શરૂ કરી છે. તેમજ દર્દીઓના સગાને માત્ર આધાર કાર્ડના આધારે અમે ઑક્સિજનનો બાટલો આપીએ છીએ. ત્યારે દરરોજ અનેક દર્દીઓના સગાના ફોન આવી રહ્યા છે. હાલ તો અમે જુના બાટલામાં ગેસ રિફીલિંગ કરીને આપી રહ્યા છીએ પરંતુ આગામી દિવસોમાં આ બાટલાઓની સંખ્યા વધારવામાં આવશે. હાલ પણ 80 જેટલા લોકો ઓક્સિજનના બાટલા માટે વેઇટિંગમાં હિવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Share This Article