પંચમહાલ : માસ્ક બાબતે પોલીસ અને દુકાનદાર વચ્ચે રકઝક થઈ

admin
1 Min Read

કોરોના વાયરસના કેસો વધતાં સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે ત્યારે આ નિયમોનું પાલન ના કરનારા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાાં આવી રહી છે. જેમાં માસ્કના દંડને લઈ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો બનાવો સામે આવ્યા છે. ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં માસ્ક બાબતે પોલીસ અને દુકાનદાર વચ્ચે રકઝક જોવા મળી હતી.શહેરા તાલુકામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે પોલીસ સોશિયલ ડીસટન્સનુ પાલન કરાવા,તેમજ માસ્ક ન પહેરવાને લઇને કાર્યવાહી કરી રહી છે.

 

ત્યારે શહેરામા દુકાનદાર અને પોલીસ વચ્ચે માસ્કના દંડને લઈને રકઝક થઈ હતી. દુકાનદારએ માસ્ક નહી પહેરતા પોલીસે હાથધરી કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનદાર પાસે રૂપિયા નહી હોવાથી દંડ નહી ભરવાનું કહેતા પોલીસ સાથે થઈ રકઝક થવા પામી હતી. ત્યારે પોલીસએ કડક કાર્યવાહી કરતા દુકાનદારએ બાજુની દુકાનમાથી ઉછીના રૂપિયા લાવીને 1000 રૂપિયા માસ્કનો  દંડ ભર્યો હતો,માસ્કનો દંડ 1000રૂપિયાથી ઓછો હોવો જોઈએ તેવી લોક માંગ ઉઠી હતી.

Share This Article