પંચમહાલ : હાલોલ પોલીસે માસ્ક વિના ફરતા લોકો સામે કરી કાર્યવાહી

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે અને તેના કારણે સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. જેમાં કોરોના સંક્રમણને અટકાવવા કોરોના ગાઈડલાઈનું પાલન કરવું ખુબ જ જરૂરી બન્યું છે ત્યારે પંચમહાલ જીલ્લાના હાલોલ નગરમાં પણ વધતા જતા કોરોના સક્રમનને વ્યાપને અટકાવવા માટે તાલુકા આરોગ્ય વિભાગ વહીવટી તંત્ર અને પોલીસે કવાયત હાથ ધરી છે.

 

જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકની ટીમે નગરના બજારોમાં ભીડભાળ વાળી જગ્યાઓ પર ફ્રૂટ પેટ્રોલીગ કરી કોરોના અંતગર્ટ બનાવેલ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવવા માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં નગરના વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં ભીડ એકત્રિત કરી માસ્ક વિના ધધો ચલાવતા નાના મોટા લોકો સામે કડક કાર્યવાહી કરી 1000 રૂ.ના દંડની પાવતી આપી દંડ વસુલ્યો હતો. તેમજ વેપારીઓ સહિત બજારોમાં ખરીદી કરવા આવતા નગરજનો કોરોના અંતગર્ટ બનાવેલ તમામ નીતિ નિયમનું કડકાઇથી પાલન કરવા સુચનાઓ આપી કોરોનાની ગંભીરતા વિશે સમજ આપી હતી.

Share This Article