ભરૂચ : સિવિલમાં કોવિડ હોસ્પિટલમાં કેટલી જગ્યા છે તેની માહિતી દર્શાવતું ડિસ્પ્લે મુકવામાં આવ્યું

admin
1 Min Read

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાય રહ્યો છે ત્યારે કોરોના સંક્રમણ દર્દીઓથી ભરૂચની તમામ દવખાના ઉભરાતા સારવાર માટે દર્દીના સગાવાળાઓને સારવાર માટે ક્યાં દવાખાનામાં કેટલા બેડ,વેન્ટિલેટર અને ઓક્સિજન કયા દવાખાનામાં ઉપલબ્ધ થશે તેની સંપૂર્ણ વિગત સાથે નું ડિજિટલ બોર્ડ સિવિલ હોસ્પિટલ ખાતે મુકવામાં આવ્યું છે.

 

 

આ ડિજિટલ બોર્ડ પર ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલોની સંપૂર્ણ માહિતી દર્શાવામાં આવી છે જેથી કોઈપણ દર્દીને સારવાર માટે સમય વેડફ્યા વગર જે તે હોસ્પિટલમાં ખસેડી સમયસર સારવાર મળી રહે તેવા વહીવટી તત્ર દ્વારા પહેલ કરવામાં આવી છે.આ ડિજિટલ બોર્ડ પર સમય સમય પર કોવિડ હોસ્પિટલની જાણકારીનું અપડેટ બતાવવામાં આવશે જેથી સારવાર માટે આવનાર દર્દીઓને પડતી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે

Share This Article