સુરત : ઈમર્જન્સી સેવા માટે ચાલતી સિટી બસમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી સર્જાઈ

admin
1 Min Read

સુરત કોર્પોરેશનની ઈમરજન્સી સેવા માટે ફાળવેલી સિટી બસમાં એકાએક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોરોના ટેસ્ટ માટે બસનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોરોના સંક્રમણ વધતા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ટેસ્ટિંગ માટે કોર્પોરેશન દ્વારા બસ ફાળવવામાં આવી છે. જે પૈકીની એક બસ આજે સવારે અમરોલી વિસ્તારના રજવાડી પાર્ટી પ્લોટ પાસે લઈ જવામાં આવી હતી.ત્યારે આગ લાગી ગઈ હતી. પ્રચંડ આગની જવાળામાં બસ સળગીને ખાક થઈ ગઈ હતી.

 

બસ સવારે કોરોના ટેસ્ટિંગ કરતી ટીમ સાથે રવાના થઈ હતી. જેમાં કોરોના ટેસ્ટિંગ કરવા માટેની કીટ તેમજ અન્ય દવાઓ પણ સાથે લઈ જવામાં આવી હતી. બસમાં એકાએક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું કે, થોડી જ ક્ષણોમાં આખે આખી બસ આગની જ્વાળાની લપેટમાં આવી ગઈ હતી. બસમાં એકાએક આગ લાગતા જ બસચાલકે ફાયર વિભાગને જાણ કરી હતી. અમરોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

Share This Article