રાજકોટ : રાજકોટમાં નર્મદાના નીરના કરાયા વધામણાં

admin
1 Min Read

રાજકોટના આજીડેમમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે રાજકોટમાં નર્મદાના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. ત્યારે આજે આજીડેમ ખાતે નર્મદાનું નીર આવી પહોચતા રાજકોટ ભાજપના નવા ચૂંટાયેલા 68 કોર્પોરેટર સહિત મનપાના અધિકારીઓએ વધામણાં કર્યા હતા….મળતી માહિતી મુજબ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી રાજકોટની આજી નદીમાં ઠાલવાતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ અને નવનિયુક્તિ કોર્પોરેટરો નીરના વધામણા કર્યા આગામી 15 દિવસ સુધી સૌની યોજના થકી રાજકોટને 600 MCFT પાણી આજીમાં ઠાલવાશે.

 

 

 

 

રાજકોટ શહેરને આજી, ન્યારી અને ભાદરમાંથી પાણી પૂરૂ પાડવામાં આવે છે..ત્યારે આગામી ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની મુશ્કેલીઓ નહિ પડે…મહત્વનું છે કે આજીડેમમાં આગામી એક મહિનો ચાલે એટલું જ પાણી હતું ત્યારે મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે નર્મદાના નિરની માંગણી કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનું નીર રાજકોટમાં આપવામાં આવ્યું હતું

Share This Article