વડોદરા : વડોદરામાં કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના

admin
1 Min Read

વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક પરિવારના 6 સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઘરના 3 સભ્યોના મોત થયા છે અને 3 સભ્યો ગંભીર હાલતમાં છે. આ ચકચારી ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારના છ સભ્યો પૈકી પિતા, પુત્રી અને એક માસૂમ બાળકનું મોત નિપજ્યુ છે. જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે પરિવારે કોલ્ડડ્રિક્સમાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.  પોલીસના જણાવ્યા મુજબ, સોની પરિવારને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય હતો. દુકાન બંધ થતા આર્થિક સ્થિતી કફોડી બની હતી. પરિવારે મકાન વેચી નાખ્યું હતું બાદમાં મંગળ બજારમાં પ્લાસ્ટિકની દુકાન પણ વેચી નાખી હતી. જોકે પ્રાથમિક તારણ અનુસાર, સમગ્ર પરિવાર આર્થિક ભીંસમાં હોવાના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

Share This Article