રાજકોટ : વેક્સિનની રામાયણ, વકીલે કેન્દ્રના સ્ટાફને ઊધડો લીધો, કહ્યું- 8 દિવસથી ધક્કા ખાઉં છું, કેમ બંધનું બોર્ડ મારતા નથી

admin
1 Min Read

રાજકોટમાં છેલ્લા 5 દિવસથી વેક્સિનેશન કેન્દ્રો બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા છતાં વેક્સિન ન મળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને કારણે સતત ધક્કા ખાઈને અકળાયેલા લોકોમાં હવે ધીરજ ખૂટી ગઈ છે. આજે આકાશવાણી નજીક આરોગ્ય કેન્દ્ર ખાતે એક વકીલ સ્ટાફ પર કાળઝાળ થયા હતા અને સ્ટાફનો ઊધડો લીધો હતો. તેણે સ્ટાફને કહ્યું હતું, 8 દિવસથી ધક્કા ખાઇએ છીએ અને તમે આજે-કાલે આવોનાં બહાનાં બતાવી લોકોને ધક્કા ખવડાવી રહ્યા છો. તમે કેન્દ્રની બહાર કેન્દ્ર બંધ છે એવું બોર્ડ મારો તો લોકો વાંચીને જ જતા રહે,

પરંતુ બોર્ડના અભાવે લોકોને અંદર સુધી ધક્કા થાય છે. રાજકોટ શિવશક્તિ રસીકરણ કેન્દ્ર પર વેક્સિન લેવા માટે આવેલા એડવોકેટ મનીષ ડેડકિયાએ જણાવ્યું હતું કે વેક્સિન લેવા માટે રોજ ધક્કા ખાવા પડી રહ્યા છે. આજે માત્ર 70 લોકોને ટોકન આપી ટોકન પૂરા થઇ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે બાકીના લોકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યાનું કહેવામાં આવ્યું હતું, સાથે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઓન સાઇટ વેક્સિનેશન માટે જાહેરાત કરી છે અને કેન્દ્ર પર લોકોને રાજકોટમાં ધક્કા ખવડાવી ઓનલાઇનના બહાનાં આપવામાં આવી રહ્યાં છે. કોઇ સ્પષ્ટતા કરવામાં આવતી નથી, મેનેજમેન્ટના અભાવને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે.

Share This Article