રાજકોટ- ઉપલેટા કન્યા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન

Subham Bhatt
1 Min Read

રાજકોટ જિલ્લાના ઉપલેટા કન્યા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા પ્રજાએ આસેવા સેતુનો લાભ લીધો હતો. સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે આ તમાંમ યોજનાઓને સેવા સેતુમા સમાવેશ કરવામાં આવી છે ત્યારે આજ રોજ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ સેવા સેતુનુ આયોજન કરવામાં આવ્યું હતું

Rajkot- Seva Setu program organized at Upleta Girls School

ત્યારે આ સેવા સેતુમા આરોગ્ય, શિક્ષણ ,.મામલતદાર કચેરી, નગરપાલિકાને લગત તમામ પ્રકારની સેવાઓ આજે આ સેવા સેતુ ખાતેથી પુરી પાડવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુનો લાભ લીધો હતો. ત્યારે આજે ઉપલેટા કન્યા શાળા ખાતે અરજદારોને તમાંમ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી હતી અને સેવા સેતુ સફળ બનાવવા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સહિત સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી

Share This Article