રાજકોટ : માજી સૈનિક દ્વારા પ્રાંત કચેરી બહાર પ્રતીક ઉપવાસ શરૂ

admin
2 Min Read

ધોરાજીમાં છેલ્લા બે માસથી ગંભીર રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે ધોરાજી શહેરમાં નગરપાલિકા હેલ્થ વિભાગ અને જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પરિણામલક્ષી પગલાં લેવામાં નહીં આવતા ધોરાજીની જનતામાં તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ છવાયો છે.ધોરાજીની જનતાનાં આરોગ્ય અને સુખાકારી માટે એક પણ નેતા ફરકતા ન હોય આથી છેવટે ધોરાજીના સીનીયર સીટીઝન અને નિવૃત્ત સૈનિક ગંભીરસિંહ વાળાએ તંત્ર તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓને ઢંઢોળવા તેમજ લોક અવાઝ સરકાર સુધી પહોંચે અને લોકોને આરોગ્ય અને સુખાકારી પ્રાપ્ત થાય શહેરમાંથી બીમારીઓ દૂર થાય તેવા હેતુસર આજથી પ્રાંત કચેરી સામે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ધોરાજીમાં ભયંકર રીતે વકરેલા રોગચાળામાં બે જિંદગી હોમાઈ ગઈ છે. અને અનેક દર્દીઓને મોટા શહેરોમાં વધુ સારવાર માટે રીફર કરાઈ રહ્યા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં એમ. ડી. ડોક્ટરની કાયમી નિમણૂક નથી. અને બે થી ત્રણ એમ. બી. બી. એસ. ડોકટરો થી ગાડું ગબડાવાઈ છે. એ ડોકટરો પર પણ કામનું ભારણ વધી ગયું છે. રોજના 700 થી 800 દર્દીઓની ઓ પી ડી અને સાથોસાથ ઇમરજન્સી વિભાગ સંભાળતા હોય છે.ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડેંગ્યુની સારવાર માટે સક્ષમ ડોક્ટર નથી અને ડેંગ્યુની તપાસ થાય તેવી લેબોરેટરી નથી. આથી ડેંગ્યુનો ભોગ બનનારે ફરજીયાત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે.અને નબળા અને મધ્યમ વર્ગના લોકો એ હજારો રૂપિયામાં ખર્ચાઈ જવું પડે છે.હેલ્થ વિભાગ કે સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએ થી વિશેષ ડોકટરો તેમજ મેડિકલ ટિમ, સાથોસાથ ફોગીંગ ના મશીનો દ્વારા અભિયાન રૂપે કામગીરી હાથ ધરવામાં આવે તે આવશ્યક છે.

Share This Article