રાજકોટ : રાજકોટમાં આવારા તત્વોનો આતંક

admin
2 Min Read

રાજકોટ શહેરના ગૌતમપાર્કમાં મવડી સર્વે નં.196 માં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પોલીસની હાજરીમા અન્ય સમાજના આવાર તત્વો દ્વારા ગુમ કરેલ હોવાના આક્ષેપ સાથે પ્રતિમા ફરીથી સ્થાપીત કરવા બાબત સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. બીજી તરફ આજે બપોરે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર ચોક નજીક ચાર શખ્સ ટાયર સળગાવી ફરાર થઈ ગયા હતા. વિડીયોમાં જોવા મળતા દ્રશ્યો અનુસાર આવારા તત્વો ધોકા સાથે પ્રતિમાની આસપાસ નજરે ચડે છે અને ત્યાં પાર્ક થયેલા વાહનોમાં પણ તોડફોડ કરતા નજરે ચડે છે. આ મુદ્દે પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે, ગઇકાલે મોડી રાત્રિના આશરે 3 વાગ્યાની આસપાસ અન્ય સમાજના આવારા તત્વો, બિલ્ડર, મગનભાઇ ચતુર અને કિશોર વોરાના સભ્યો દ્વારા તાલુકા પોલીસની હાજરીમાં ડો. બાબા સાહેબની પ્રતિમા ઉઠાવી ગયા છે. જેના માટે આજ રોજ સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.

જેમાં પ્રતિમા ત્યાંથી કોઈ લઈ ન જાય તે માટે પોલીસ રક્ષણની માંગ કરી હતી. છતાં આજ સુધી પોલીસ પ્રોટેક્શન આપ્યું ન હોવાની રજુઆત કરવામાં આવી હતી. આ સાથે તેઓએ આવેદનપત્રમાં બિલ્ડર જગદીશ પટેલ, શિવશકિત ડેરીવાળા મોવડી રોડવાળો આ કામનો મુખ્ય સુત્રધાર છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે મગન ચતુર અને કિશોર વોરા પર રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાવી ફરિયાદ દાખલ કરવા તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.ને સસ્પેન્ડ કરવા તેમજ ડો. બાબા સાહેબની પ્રતિમા ફરીથી યોગ્ય જગ્યા પર પ્રસ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે.

Share This Article