સાબરકાંઠા : સાબરકાંઠા ના પોશીના સેવાસદન ખાતે ફરીથી ભીડ જોવા મળી

admin
1 Min Read

સાબરકાંઠાના પોશીનામાં કોરોના કેસોમાં હાલમાં ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ સરકારી કચેરીમાં સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે જેમાં પોશીના સેવાસદન ખાતે ફરીથી ભીડ જોવા મળી હતી અને અહી કચેરીમાં સોસીયલ ડીસન્ટના ધજાગરાઉડ્યા હતા.મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં કોરોના કેસોમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સરકારી કચેરીઓમાં જ સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે

જેમાં પોશીના સેવાસદન ખાતે નાના બાળકોમાં સોશિયલ ડિસ્ટન્સ અભાવ જોવા મળ્યો હતો જેમાં જાતિના દાખલા કઢાવવા માટે બાળકો એકઠા થયા હતા હતા તો બીજી બાજુ કેટલાક બાળકો માસ્ક વગર નજરે પડ્યા હતા તેમજ ભીડ પણ જોવા મળી હતી. જેમાં સોસીયલ ડિસન્સના ધજાગરા ઉડ્યા હતા. સરકારી કચેરીમા જ સરકારની ગાઇડલાઇન નું ચૂતપણેપાલન કરાવવમાં તાલુકાના તંત્રને કઈ પડી ન હોઈ તેમ લાગી રહ્યું છે. ત્યારે બાળકોમા સંક્રમણ વધે તો જવાબદાર કોણ…?? હાલમાં આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Share This Article