શહેરા જુદા જુદા સ્થળોએ આજે વિજયાદશમી એ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આસુરી શક્તિ સામે દૌવી શક્તિના વિજયના પ્રતીક સમા વિજયાદશમીના આ ઉત્સવને રાવણના પૂતળાનું દહન કરીને મનાવવામાં આવ્યો હતી.જેમાં શહેરા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માનનીય જેઠાભાઇ ભરવાડ, દ્વારા રાવણને દહન કરવામાં આવ્યો હતો. તેમાં જિલ્લા મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સ્નેહા બેન શાહ, ઉપ્રમુખ શ્રી પ્રદીપભાઈ પદવાણી, સના ભાઈ બારીઆ, નગરપાલિકા સી.ઓ. એ.એસ. પટેલ ન.પા. એન્જીનીયર જીગ્નેશ શાહ,એસ.આઈ. જે.કે. રાઠોડ તથા નગરપાલિકા સ્ટાફ અને મોટી સંખ્યા માં શહેરા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રી ચાલે છે અને અને દશમ એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના અને ઉપાસના કરે છે અને દસમા દિવસે તેમની પૂર્ણાહૂતિના રૂપે દશેરાની ઉજવણી કરે છે. આ તહેવાર આખા ભારતભરમાં ઉજવાય છે.
- Advertisement -
Latest News
- Advertisement -