રેમો ડિસૂઝાએ તેની પત્ની સાથે કર્યા ત્રીજી વખત લગ્ન

admin
1 Min Read

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાના લગ્નના 20 વર્ષ પૂરા થયા છે. રેમો ડિસૂઝાએ 20મી વેડિંગ એનિવર્સરી ખાસ બનાવવા માટે પત્ની લિઝેલ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા છે. બંનેએ ક્રિશ્ચન રીત-રિવાજોથી ત્રીજીવાર લગ્ન કર્યા છે. રેમો અને લિઝેલે પરિવારજનોની હાજરીમાં ફરીથી લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ફિલ્મી જગતની ઘણી હસ્તીઓ સામેલ થઈ હતી. જો કે, વરુણ ધવને રેમોના ત્રીજા લગ્નને ખાસ બનાવી દીધા. તસવીરમાં રેમો અને લિઝેલ સાથે વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર જોવા મળે છે.

રેમો ડિસોઝા અને લિઝેલના લગ્નની કેટલીક તસીવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં કપલ કેક કટિંગ કરતા અને તેમના દીકરા સાથે તેમજ મહેમાનો સાથે પોઝ આપતા જોવા મળે છે. વરુણ અને શ્રદ્ધાએ પણ ખૂબ ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વર્કફ્રંટની વાત કરીએ તો, રેમો ડિસૂઝાની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. ફિલ્મ આગામી વર્ષે 24 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર છે. આ ફિલ્મમાં નોરા ફતેહી અને પ્રભુ દેવા પણ જોવા મળશે. શ્રદ્ધા આ ફિલ્મ ઉપરાંત બાગી 3માં જોવા મળશે. વરુણ ધવન સારા અલી ખાન સાથે કુલી નંબર 1માં કામ કરી રહ્યો છે.

 

Share This Article