સાવરકુંડલામાં 3 સિંહબાળ અને 1 સિંહણનું રેસક્યું

admin
1 Min Read

સાવરકુંડલા રેન્જમાથી વનવિભાગ દ્વારા 3 સિંહબાળ 1 સિંહણનુ રેસ્ક્યુ કરવાનો મામલો સામે આવ્યો હતો. મહત્વનુ છે કે, સારવાર માટે વનવિભાગ દ્વારા 8 દિવસ પહેલા જ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.  ત્યારે વનવિભાગ દ્વારા વહેલી સવારે ફરી સાવરકુંડલા રેન્જમા સિંહણ બચ્ચાને મુક્ત કરાયા હતા. ત્યારે સિંહણ અને સિંહ પરિવાર ફરીવાર જંગલ વિસ્તારમા છોડયો હતો.

મહત્વનુ છે કે, હાલ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જંગલમાં વસવાટ કરતાં પ્રાણીઓ અવાર નવાર બહાર રોડ રસ્તાઓ પર આવતા જોવા મળી રહ્યા છે. તેવામાં અમરેલીમાં સિંહો વારંવાર જોવા મળતા હોય છે. ત્યારે ફરી એકવાર સાવરકુંડલા રેન્જમાથી વનવિભાગ દ્વારા 3 સિંહબાળ 1 સિંહણનુ રેસ્ક્યુ કરવાનો મામલો સામે આવ્યો હતો.

જે બાદ વનવિભાગ દ્વારા સિંહણ અને તેના સિંહ પરિવારને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share This Article