ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલ્ટો

admin
1 Min Read

પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલ ખેડૂતો પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, મહા વાવાઝોડાનો ખતરો ટળ્યો હોવાના અહેવાલ સામે આવ્યા બાદ ખેડૂતોને હાશકારો થયો છે. તો બીજીબાજુ રાજ્યના કેટલાક ભાગોમાં મહા વાવાઝોડાની અસરના પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના પગલે અમરેલી જિલ્લાની સાથે-સાથે ભાવનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના ધોળા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો કમોસમી વરસાદના કારણે શહેરના બજારો પાણી-પાણી થયા હતા.બીજીબાજુ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ હતું. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગરના વલ્લભીપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

 

Share This Article