પંચમહાલ-સાથરોટા ગામે રિક્ષાએ મોટર સાયકલને ટક્કર મારતાં સર્જાયો અકસ્માત

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સાથરોટા ગામે મુખ્ય રોડ પર રીક્ષાના ચાલકે મોટર સાયકલનેટક્કર મારતા મોટર સાયકલ ચાલકનું વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન કરુણ મોતનીપજયું હતું બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીતપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના રતનપુરા ગામે સાવલી ફળિયામાં રહેતારમેશભાઇ દલપતભાઈ પરમાર પોતાની મોટર સાયકલ લઈને હાલોલ તાલુકાના સાથરોટા ગામેપોતાની સાસરીમાં પોતાની પત્નીને લેવા માટે જઈ રહ્યા હતા તે દરમ્યાન સાથરોટા ગામના મુખ્ય રોડપર રામદેવનગર સોસાયટી નજીક એક ઓટો રિક્ષાના ચાલકે પોતાની રિક્ષાને બેફામ પુરઝડપે હંકારીલઈ આવી રમેશભાઈની મોટર સાયકલને ટક્કર મારતાં રમેશભાઈ મોટર સાયકલ સહિત રોડ પર પછડાયા હતા

Rickshaw collides with motorcycle in Panchmahal-Sathrota village

જેમાં રોડ પર પછડાયેલા રમેશભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જ્યારેરિક્ષાનો ચાલક અકસ્માત સર્જીને રીક્ષા ઘટના સ્થળે છોડી ભાગી છુટયો હતો જેમાં અકસ્માત જોઈઆસપાસથી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતેમોકલી આપ્યા હતા જ્યાં રમેશભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજીહોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સયાજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા રમેશભાઈનું સારવાર દરમ્યાન કરુણ મોત નીપજયું હતું જેમાં બનાવ અંગે રીક્ષા ચાલક સામે હાલોલ રૂરલ પોલીસ મથકમાં અકસ્માતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article