ઋષિ કપૂરનું ન્યૂયોર્કની સલૂનમાં કરવામાં આવ્યું સ્વાગત

admin
1 Min Read

બોલીવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર છેલ્લા ઘણા સમયથી કેન્સરના ટ્રીટમેન્ટ માટે ન્યૂયોર્કમાં છે. ઋષિ કપૂર સતત તેમની તસવીરો અને વીડિયોઝ દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે જ્યારે હાલમાં ઋષિ કપૂરનો મજેદાર વીડિયો સામે આવ્યો છે,,,, અને વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. ઋષિ કપૂર હાલમાં જ ન્યૂયોર્કની એક સલૂનમાં ગયા હતા જ્યાં ખાસ અંદાજમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ઋષિ કપૂર વાળ કપાવવા સલૂન પહોંચ્યા ત્યારે તે પણ આશ્ચર્યમાં પડી ગયા. સલૂનમાં તેમના એક રશિયન ફેન ઋષિ કપૂરને ઓળખીને ‘મે શાયર તો નહી’ ગીત શરૂ કરી દીધુ. ઋષિ કપૂરે આ પળને કેમેરામાં કેદ કરી હતી અને તેના ટ્વિટર હેન્ડલ પર શૅર કરી હતી. ઋષિ કપૂરે વીડિયો શૅર કરતા કેપ્શન આપ્યું હતું કે, ‘વાળ કપાવવા દરમિયાન સલૂનમાં મારૂ ગીત વગાડવામાં આવ્યું એક રુસી ફેને મને ઓળખ્યો અને તેણે આ ગીત વગાડ્યું થેન્ક યુ.’ ‘મે શાયર તો નહી’ ગીત 1973માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બોબી’નું છે. ફિલ્મ ‘બોબી’ સાથે જ ઋષિ કપૂરે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું.

Share This Article