સાબરકાંઠા : સાબરકાંઠામાં સંક્રમણના પગલે યોજાઈ બેઠક

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરના તમામ જિલ્લામાં અત્યારે કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા જતા કહેરના પગલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને સ્થાનિક વહિવટી તંત્રને પણ પોતાના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ રોકવા પગલા લેવા આદેશ આપ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સતત વધતા કોરોનાના સંક્રમણના પગલે ઈડર ખાતે તાલુકા પંચાયતના સભ્યોની બેઠક મળી હતી.

 

 

જિલ્લા કલેક્ટરના આદેશના પગલે આ બેઠકનું આયોજન કરાયુ હતું. જેમાં ઈડરના સ્થાનિક અધિકારીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં ઈડર તાલુકામાં 100 ટકા વેક્સિનેશન થાય તેવા પ્રયત્નો કરવા પર જોર આપવામાં આવ્યુ હતું. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં અવર જવર ન થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. તેમજ લોકોને માસ્ક ફરજીયાત પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવા માટે જાગૃત કરવા અભિયાન પણ હાથ ધરવા બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

Share This Article