જૂનાગઢ : માણાવદરનો કુખ્યાત શખ્સ પોલીસ સકંજામાં

admin
1 Min Read

જૂનાગઢ એસઓજી અને માણાવદર પોલીસે બાતમીના આધારે માણાવદરના કુખ્યાત શખ્સ તથા તેના સાગરીતને હથિયારોના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ઝડપાયેલ શખ્સો પાસેથી 12 દેશી તમંચા, ત્રણ પિસ્તોલ સહિત કુલ 16 હથિયાર તેમજ 6 નંગ જીવતા તથા 15 નંગ ફુટેલા કાર્ટિસ જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ, માણાવદર પોલીસ અને જૂનાગઢ SOGના હાથે અંશુંડી ઉર્ફે રહીમ હિંગોજા નામનો કુખ્યાત શખ્સ આખરે ઝડપાઈ ગયો છે.

 

 

સાથે તેનો સાગરીત ઈબ્રાહિમ ઉર્ફે સનેડો નાસીરને પણ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ બન્ને શખ્સ હથિયારો સાથે હડમતાળી હનુમાનજી મંદિર નજીક પાસે આવેલ પુલ પાસે ઉભા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી બન્નેને દેશી તમંચા, ત્રણ પિસ્તોલ તેમજ કાર્ટિસના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બન્ને પાસેથી આશરે 1 લાખ 30 હજારના મુદ્દામાલને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article