સાબરકાંઠા- મજેદાર ગોલા વહેંચી સમાજને એક અનોખો બોધપાઠ આપતું મેવાસાનું વૃધ્ધ દંપતિ

Subham Bhatt
2 Min Read

આત્મનિર્ભર બનીને મજેદાર ગોલા વહેંચી સમાજને એક અનોખો બોધપાઠ આપતું જેતપુરના મેવાસાનું વૃધ્ધ દંપતિ. ઘણા સંતાનો આજના કળયુગમાં પોતાના માતાપિતાને વૃધ્ધાઅવસ્થામાં તરછોડી દેતા હોય છે. ત્યારે આવા સંતાનના વૃધ્ધ માવતરનેન છૂટકે વૃધ્ધાશ્રમનો આશ્રરો લેવાની ફરજ પડતી હોય છે. પરંતું દર્શક મિત્રો આજે અમો એક એવા બે સંતાનોના વૃધ્ધમાતાપિતાના દર્શન કરવી રહ્યા છીએ કે તેઓ આજે પોતાની 70 વર્ષની ઉમરે આત્મનિર્ભર બનીને સમાજને એક અનોખો સંદેશ પાઠવી રહ્યા છે. જેતપુરના મેવાસા ગામની તો નાનુ એવુ મેવાસા ગામ ઉનાળાની સિઝનમાં  મજેદાર ગોલાથી ખ્યાતિ પામ્યું છે એ પણ જાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર બનોનું સૂત્ર સાર્થક કરતા વૃધ્ધ દંપતિના ગોલાનાથી ,મુક્તાબેન જેઠવા અનેપ્રેમજીભાઈ જેઠવા નામના 70 વર્ષ કરતા વધુ ઉમરના વૃધ્ધ આજે ગોલાની લારી ચલાવીને અઢળક કમાણી કરી રહ્યા છે.વૃધ્ધદંપતિને સંતાનમાં એક દિકરો દિકરી હોવા છતા પણ સુરત સ્થાઈ થયેલ પુત્ર વિપુલ જેઠવાના નામે વૃધ્ધ દંપતિ રાધે ગોલાના નામની લારી ચલાવી રહ્યા છે.

Sabarkantha- An elderly couple from Mewasa giving a unique lesson to the society by sharing funny gola

ત્યારે આત્મનિર્ભર બનેલ વૃધ્ધ દંપતિના ગોલા ખાવા લોકો દૂર દૂરથી આવતા થયા છે. મેવાસા- જેતપૂર મેવાસાના વૃધ્ધ દંપતિ મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવાના ગોલા ખાવા માટે ગોંડલ,રાજકોટ,જેતપુર,જૂનાગઢ  સહિત પંથકના 50 જેટલા ગામોના લોકો અહી આવે છે.વૃધ્ધ દંપતિ દ્વારા બનાવેલ કેડબરી,ઓરેન્જ,રાજભોગ,કાલાખટ્ટા,પાઈનેપલ જેવા ગોલાનો સ્વાદ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર્શક મિત્રો તમને આ જોઈને જ લાગતું હશે કે આ વૃધ્ધ દંપતિને સંતાનમાં પુત્ર અને પુત્રી છે.તેમના ઘરે પણ સંતાનો છે.ત્યારે શું તેમને તેમના સંતાનો સાચવતા નહી હોય,તો ના આજે તેમનોપુત્ર પણ સુરતમા ગોલાનો જ વ્યવસાય કરી રહ્યો છે.તેમ છતા ગ્રામ્ય વિસ્તારમાં એકલા રહીને પુત્રના નામથી જ ગોલાનો વ્યવસાય કરીને મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવા નામનું વૃધ્ધ દંપતિ આજે પણ યુવાનોને શરમાવે તેવું ગોલા વહેંચવાનું કાર્યકરીને પોતાના સંતાનો માટે બોજ બનવાને બદલે એક અનોખા આત્મનિર્ભર વૃધ્ધનો બોધપાઠ આપી રહ્યાં છે.

Share This Article