સાબરકાંઠા : પ્રદર્શન પહેલા ઇડર પોલીસે કરી કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

admin
1 Min Read

કોરોના હળવો પડતા જ હવે વ્યાપાર-ધંધા ફરી અનલોક હેઠળ ધમધમતા થયા છે ત્યારે આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરનાર અનેક કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી લીધી હતી.કોરોના મહામારીની બીજી લહેર હળવી બની છે પરંતુ લોકડાઉનના નિયંત્રણ વચ્ચે આર્થિક રીતે ભાંગી ગયેલી પ્રજાને ખાદ્યતેલથી લઈ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના દિવસેને દિવસે વધી રહેલા ભાવ પરેશાન કરી રહ્યા હોય, આજે સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ પેટ્રોલ – ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.

જો કે સમયસર મંજૂરી ન મળવાની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોંગ્રેસને કાર્યક્રમ નહીં યોજવા ફરમાન કર્યું હતું. ઇડરમા તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કારવામા આવ્યું હતું ત્યારે ઇડર આરામ ગૃહથી પોલોસે કાર્યક્રમ પહેલા વિરોધ પ્રદર્શન અટકાવ્યું હતું. જેમાં 30થી વધુ કોંગ્રેસી કાર્યકરો પોલીસે અટકાયત કરી હતી. જેમાં પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે શાબ્દિક ટિપ્પણી પણ થઇ હતી તો કોંગ્રેસી કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં રામ ધૂન બોલાવી હતી

Share This Article