સુરત : સુરત નેચરપાર્કમાં વાઘણનું મોત નીપજ્યું

admin
1 Min Read

સરથાણા નેચરપાર્કમાં 14 વર્ષની સાંભવી નામની વાઘણ નું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ફરજ પરના સ્ટાફ દ્વારા રૂટીન ચકસણી કરતા વાઘણ બેઠેલી જણાતા તેને ઉભી કરવામાં આવી હતી. જો કે ઉભી ન થતાં તબીબી અધિકારીઓએ પ્રાથમિક તપાસ કરતા લકવાગ્રસ્ત હોવાની જાણ થઇ હતી. ઝેરી સર્પના દંશ તથા ન્યુરોટોક્સીનના કારણે વાઘણની તબિયત બગડી હોવાનું જણાતા તત્કાળ સારવાર શરૂ કરાઇ હતી. લોહીના નમુના તપાસ માટે એકઠા કરી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

જેના રીપોર્ટને ધ્યાનમાં લઇ જરૂરી લાઇફ સેવિંગ્સ ટ્રીટમેન્ટ તેમજ ફલુઇડ થેરાપી આપવામાં આવી હતી. છતાં તબિયતમાં કોઇપણપ્રકારનો સુધારો થયો ન હતો અને સારવાર દરમિયાન વાઘણનું મરણ થયું હતું. પોસ્ટમોટર્મ પરથી પ્રાથમિક તબક્કે સર્પદંશથી મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. વાઘણના મોતના કારણના વધુ તપાસ માટે પ્રાણીના વિસેરા નવસારી વેટરનરી કોલેજ ખાતે મોકલાયા છે.નોંધનીય છે કે, આ વાઘણ વર્ષ 2014માં મેંગ્લોરના પ્રાણીસંગ્રહાલય ખાતેથી સુરત નેચરપાર્કમાં લાવવામા આવી હતી.

Share This Article