સાબરકાંઠા : ઇડરમાં ભરબજારે બાઇકની ચોરી

admin
1 Min Read

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં ભરબજારે બસ સ્ટેન્ડ પાસે આવેલ ગજાનંદ હોટલ નીચે પાર્ક કરેલી બાઈકને  મોડી રાતે તસ્કરોએ બાઇકને નિશાન બનાવીને તેની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં 2 તસ્કરો બાઇકની ચોરી કરતા નજરે પડે છે. ત્યારે પોલીસે બાઇક ચોરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. મળતી માહિતી મુજબ ઇડર ભર બજારમાથી મોડી રાતે બાઇકની ચોરી ઘટના સામે આવી છે.

ઇડરના બસ સ્ટેન્ડ પાસે આવેલ ગજાનંદ  હોટલ નીચે પાર્ક કરેલી બાઈક બે બાઇક ચોરો  રફુચ્ચકર થઇ ગયા હતા ત્યારે આ બાઇક ચોરો બાઇક લઇ હિંમતનગર હાઇવે બાજુ ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી બાજું બાઇક માલિકે ઇડર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવતા ઇડર પોલીસે બાઇક ચોરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Share This Article