સાબરકાંઠા : વડાલી શહેરમાં પાંચ વાગ્યા બાદ બજાર બંધ રહેશે

admin
1 Min Read

દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. ગુજરાત રાજ્યમાં પણ દરરોજ સાત હાજરથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જોકે રાજ્ય સરકાર કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જઇ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં રાજ્યાના ગામડા અને કેટલાક નાનકડા શહેર લોકડાઉન તરફ વળ્યાં છે. તો શહેર અને ગામડામાં હાલ સ્વૈચ્છિક લોકડાઉન છે.

ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં સાબરકાંઠા જીલ્લાના વડાલી શહેરમાં 30 એપ્રિલ સુધી પાંચ વાગ્યા બાદ બજાર બંધ રહેશે. કોરોનાને કાબૂમાં લેવા વેપારી એસોસિએશન અને સ્થાનિક તંત્રની  બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ત્યારે આ બંધમાં માત્ર આવશ્યક સેવાઓની દુકાનો ચાલુ રહેશે. અને આ નિર્ણય વેપારી એસોસિએશન અને સ્થાનિક તંત્રની મળેલ બેઠકમાં લેવામાં આવ્યો છે.

Share This Article