સાબરકાંઠા : પ્રાંતિજના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ વેકસીનેશનનો શુભારંભ

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વેક્સિનેશન મહા અભિયાનનો શુભારંભ સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલના હસ્તે દીપપ્રાગટય કરીને લોકો હિત માટે ખુલ્લો મુકવામા આવ્યો હતો.પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ જાણીતા સહકારી આગેવાન અને સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો.

જેમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના વ્યક્તિઓને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી સ્થળ પર જ વેકસીન મળી રહે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રાંતિજ મામલતદાર હિતેશભાઈ ભગોરા અને ફતેપુર ગામના સરપંચ તારાબેન રમનસિંહ બારૈયા તથા રમણસિંહ બારૈયાવગેરેએ ઊપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે મહેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કોરોનાની કપળી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો એક માત્ર ઉપાય વેકસીનેશન છે અને વધુમાં વધુ લોકો વેકસીન લે તે માટે આપ સૌએ સાથે મળીને પ્રયત્નો કરવા પડશે.આ પ્રસંગે તેમને સૌ કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કર્યો હતો અને આરોગ્ય કેન્દ્રને કોઈપણ સમયે જરૂરિયાત હશે તો હું તૈયાર છું,તેમ જણાવ્યું હતું.

Share This Article