સાબરકાંઠા : તલોદના ટીંબા ગામનો બનાવ

admin
1 Min Read

ઘોર કળિયુગમાં તમે કદી સપનામાં પણ ના વિચાર્યુ હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. કહેવાય છે કે માં એ મા બીજા વગડાના વા. જોકે આ કહેવતને ખોટી સાબિત કરતા અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં એક માતા જ તેના નવજાત બાળકને ત્યજી દેતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સાબરકાંઠાના તલોદ તાલુકામાં સામે આવી છે

. તલોદના ટીંબા ગામે એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના તલોદના ટીંબા ગામે એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ થતા સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે બનાવની જાણ થતા તલોદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં નવજાત બાળકીને તેની માતા તરછોડીને ફરાર થઈ ગઈ હોવાનુ જાણવા મળ્યુ છે. હાલ પોલીસે નવજાત બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

Share This Article