સાબરકાંઠા : જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ પત્રકાર પરિષદ

admin
1 Min Read

મંગળવારે રાજ્યની જીલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો કાયમ રાખતા જબરદસ્ત પ્રદર્શન કર્યુ. જેમાં સાબરકાંઠા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપની ભવ્ય જીત થઈ હતી. ત્યારે આ ભવ્ય જીત બાદ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું. સાબરકાંઠા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખે સૌ પ્રથમ પાર્ટીના કાર્યકર્તાઓનો તેમજ જનતાનો આભાર માન્યો હતો. સાથે જ વિજેતા ઉમેદવારોને પણ અભિનંદન પાઠવ્યા હતા

 

 

 

. આ ઉપરાંત તેમણે ત્રણ અપક્ષ ઉમેદવારો પણ ભાજપમાં જોડાય તેવી જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી ભાજપને 30 બેઠક મળતા જિલ્લા પંચાયત પર ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૮ તાલુકા પંચાયતની ૧૭૨ બેઠકોમાં ભાજપે ૧૨૦ બેઠકો પર જીત મેળવી છે, જયારે કોંગ્રેસને ફાળે માત્ર ૪૫ બેઠકો આવતા ૮ તાલુકા પંચાયતોમાં આવતા ભાજપ સત્તાના સુકાન સંભાળશે. જોકે આમઆદમી પાર્ટી અને બીટીપીના ઉમેદવારે પણ ખાતુ ખોલાવી એક-એક બેઠક પર વિજય મેળવ્યો હતો

Share This Article