સાબરકાંઠા : જિલ્લા ગુણવત્તા નિયંત્રણ ખેતી વિભાગે લીધેલા 27 નમૂના પૈકી 11 નમુના ફેઇલ.

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લા ગુણવત્તા નિયંત્રણ ખેતી વિભાગે લીધેલા 27 નમૂના પૈકી 11 નમુના ફેઇલ થયા છે જેમાં 4 ખાતરના, 5 દવાના અને 2 બિયારણના નમુના ફેઇલ થયા છે જેને લઈને ખેતીવાડી વિભાગે કાનુની અને વહીવટી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા ગુણવત્તા નિયંત્રણ ખેતી વિભાગે લીધેલા 27 નમૂના પૈકી 11 નમુના ફેઈલ થયા છે. જિલ્લામાં ખાતર, દવા અને બિયારણ વિતરકોને ત્યાંથી લીધેલા ખાતર, દવાના અને બિયારણના નમુના ફેઈલ થયાના સમચાર સામે આવી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ગત માસમાં 27 નમૂના લેવામાં આવ્યા હતા. લીધેલા નમૂના પૈકી સૌથી વધુ નમુના ઈડરમાં ફેઈલ થયા હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં ખાતર, દવા અને બિયારણ વિતરકોને ત્યાંથી લીધેલા 4 ખાતરના, 5 દવાના અને 2 બિયારણના નમુના ફેઈલ થયા છે. આમ ખેતી વિભાગે લીધેલા 27 નમૂના પૈકી 11 નમુના ફેઈલ થયાનું સામે આવ્યું છે. જેને લઈને ખેતીવાડી વિભાગે કાનુની કાર્યવાહી અને વહીવટી કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article