જુનાગઢ : બાળકીના પ્રાણ લેવા યમરાજ આવે તે પહેલા જ 108 બાળકીને બચાવવા આવી પહોંચી

admin
2 Min Read

કેહવાય છે કે કિસ્મત મા જો આયુષ્ય લાબું લખ્યું હોય તો યમરાજ પણ પ્રાણ છીનવી નથી શકતો એટલે જ તો કહેવત છે કે ” જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ ” અને આ કહેવત આજે હકીકતમા 108 ની સેવા એ સાર્થક કરી બતાવી છે ઘટના છે જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ની જ્યા યમરાજ પહેલા 108 પહોંચી અને મૃત:પ્રાય નવજાત બાળકી ના શ્વાસો ને ફરી ધબકતા કરી નવજાત બાળકી ને નવું જીવન આપવામાં આવ્યું છે ,
વંથલી તાલુકાના લુશાળાની એક પરિણીતાને મૃતઃપ્રાય બાળકી જન્મી હતી, પ્રસુતિ જોકે વંથલીની સરકારી હોસ્પિટલમાં થઈ હતી…પરંતુ તેના શ્વાસ 108 ની ટીમની મદદથી ફરી ધબકતા થયા છે, વાત જાણે એમ હતી કે વંથલી તાલુકાના લુશાળા ના જાગૃતીબેન નામની પરિણીતાએ વંથલીની સરકારી દવાખાનામાં મૃત:પ્રાય બાળકીને જન્મ આપ્યો હતો,

ફરજ પરના ડોક્ટર ચિરાગ પંડ્યા એ મદદ માટે ૧૦૮ ને બોલાવી અને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું, 108 ના ડોક્ટર વર્ષાબેન વાજા અને પાઇલોટ ભાવેશ પારઘી તાત્કાલિક દોડી આવ્યા હતા.. અને બાળકી ને ડોક્ટર ચિરાગ પિઠીયા અને ફિઝિશિયનની સલાહ લઇ તે મુજબ ઇમરજન્સી સારવાર અને ઓક્સિજન આપતા તેના શ્વાસ ફરી ધમધમતા થયા હતા.. બાદમાં તેમની જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં તેની હાલતમાં સુધારો થયો હતો.. બાળકીની જિંદગી બચી જતા પરિવાર જનો દ્વારા ૧૦૮ની ટીમ અને હોસ્પિટલના સ્ટાફને ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો..

Share This Article