સાબરકાંઠા : વડાલી અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ

admin
1 Min Read

સાબરકાંઠા સહિત ગુજરાતમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે ત્યારે જિલ્લામાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જવા પામી હતી. જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશ વરસાદી વાદળોથી ઘેરાયું હતું

અને પવન શરૂ થઈ જવાને કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ થઈ ગયો હતો. તો વડાલી અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો તો ભારે બફારા બાદ પાવન સાથે વરસાદને લઈને ગરમીમાં રાહત જોવા મળી હતી. વડાલી તાલુકામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસવા લાગતા શેરીઓ, મહોલ્લામાં વરસાદી પાણી વહેવા લાગ્યું હતું. અને ખેતરોમાં તૈયાર થયેલા ઉનાળુ પાકો પલળી જતાં નુકસાન થયું હતું.

Share This Article