સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો

admin
1 Min Read

ગુજરાતમાં ઘણાં દિવસથી કાળઝાળ ગરમી પડી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં સાબરકાંઠા સહિતના પંથકોમાં ગત મોડી રાતથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં કાળાડિબાંગ વાદળો સાથે ઠંડા પવનો ફુંકાયા હતા. જેના કારણે જેના કારણે જગતના તાતની ચિંતા વધી ગઇ છે. જો વરસાદ પડે તો ખેતરોમાં ઉભા ઘઉંના પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ભીતી છવાઇ છે.

.સાબરકાંઠા જિલ્લામાં મંગળવારની મધરાત બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાયો હતો અને પવનના સુસવાટાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. વહેલી સવારે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને સામાન્ય વાતવરણ પવનના કારણે ધુળીયું બન્યું હતું. ખેતરમાં ઘઉંના ઉભા પાકને કારણે ખેડૂતોમાં ચિંતા વધી હતી. મહત્વનું છે કે, સાબરકાંઠા ઉપરાંત અન્ય રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ પણ સર્જાયુ હતું. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

Share This Article