સાબરકાંઠા- ઇડરના બડોલીમાંથી ચંદનના 27 ઝાડની ચોરી

Subham Bhatt
2 Min Read

સાબરકાંઠા જિલ્લાના ઇડરના બડોલીની સીમમાંથી ચંદનચોરોએ બે ખેતરમાંથી 27 ચંદનના ઝાડની ચોરી કરી, 28 ચંદનનાઝાડને નુકસાન કરી 115 કિલો જેટલું સુગંધીદાર ચંદન ચોરી જતાં ખેતરમાલિકોએ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીહતી. ઇડરના બડોલીના નાથાભાઈ કોદરભાઈ અને લીલાબેન નાથાભાઈ પટેલની જમીન બડોલીની સીમમાં આવેલી છે. જેમાંલીલાબેનના નામે આવેલ સર્વે નં. 176 માં ચંદનના ઝાડ વાવેલ હતા. નાથાભાઈના પુત્ર રાજેન્દ્રભાઈ તા. 10 મે ના રોજરાજેન્દ્ર હિંમતનગર નોકરીથી ઘરે વહેલા આવી ખેતરમાં ચંદનના ઝાડ જોવા જતાં ઝાડના ડાળા, પાંખડા ખેતરમાં વેરવિખેરપડ્યા હતા. દરમિયાન તપાસ કરતાં ચંદનના 23 ઝાડના થડ કાપી તેમાંથી 115 કિલો જેટલું ચંદનનું સુગંધીદાર લાકડું ચોરાયું હતું. તેમજ 16 ઝાડને થડમાંથી કાપી નુકસાન કર્યું હતું. જેની આશરે 1.60 લાખ થવા જાય છે.Sabarkantha- Theft of 27 sandalwood trees from Badoli of Idar

 

જ્યારે અશ્વિનભાઇ રેવાભાઈપટેલના ચામુંડાનગર પાછળ આવેલ સર્વે નંબર 266માં 15 વર્ષ જૂના 4 ઝાડ હતા તે થડ ચોર કાપી ગયા હતા. જેની આશરે કિં.1 લાખ થવા જાય છે. ખેતરમાંથી 12 ચંદનના ઝાડ કાપી નુકસાન કર્યું હતું જેની આશરે 1.20 લાખ થવા જાય છે.બડોલીની સીમમાંથી બે ખેડૂતોના ખેતરમાં 28 ચંદનના ઝાડને નુકસાન અને 27 ઝાડમાંથી સુગંધીદાર ચંદનના લાકડાની ચોરીકરી ચોરો પલાયન થતાં ફરી એકવાર ઇડર પથકમાં ચંદન ચોરો સક્રિય થતાં પોલીસ માટે ચંદનચોરો નાકનો દુ:ખાવો બન્યા છે. રાજેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ અને અશ્વિનભાઇ પટેલ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Share This Article